
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા અક્ષય કુમારે પોતાની કારકિર્દીમાં ઘણી રોમેન્ટિક કોમેડી અને એક્શનથી ભરપૂર ફિલ્મોમાં કામ કર્યું છે આ સાથે અક્ષય કુમારે સામાજિક મુદ્દાઓ પર ફિલ્મો પણ બનાવી છે જેમાં ટોયલેટ એક પ્રેમ કથા અને પેડ મેન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમની આ ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી છે અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.
હવે અક્ષય કુમાર સામાજિક મુદ્દા પર વધુ એક ફિલ્મ લઈને આવી રહ્યા છે તેમની આ ફિલ્મ એવા મુદ્દા પર છે જેના પર લોકો બોલતા શરમાતા હોય છે ચાલો જાણીએ કે અક્ષય કુમારની આગામી ફિલ્મનો વિષય શું હશે.
અક્ષય કુમારે તાજેતરમાં સાઉદી અરેબિયામાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી અહીં અક્ષય કુમારે કહ્યું છે કે તે સેક્સ એજ્યુકેશનના વિષય પર ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે તેમણે કહ્યું કે આ વિષય ખૂબ જ મહત્વપૂર્ણ છે.
રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમારે કહ્યું સેક્સ એજ્યુકેશન ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે અમે શાળામાં તમામ પ્રકારના વિષયોનો અભ્યાસ કરીએ છીએ અને સેક્સ એજ્યુકેશન એ એક વિષય છે જે હું ઈચ્છું છું કે વિશ્વની તમામ શાળાઓમાં શીખવવામાં આવે આ મારી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક હશે અક્ષય કુમારે આ ફિલ્મ વિશે કહ્યું કે તે આવતા વર્ષે એપ્રિલ-મે સુધીમાં રિલીઝ થશે.
અક્ષય કુમારના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વર્ષ 2022માં તેની પાંચ ફિલ્મો રિલીઝ થઈ છે જેમાં બચ્ચન પાંડે સમ્રાટ પૃથ્વીરાજ રક્ષા બંધન કતપુતલી અને રામ સેતુનો સમાવેશ થાય છે જો કે તેની એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી શકી નથી હવે અક્ષય કુમાર સેલ્ફી ગોરખા ઓએમજી 2 કેપ્સ્યુલ ગિલ સોરારાય પોટ્રુની રિમેકમાં કામ કરતો જોવા મળશે હવે તેની પાઈપલાઈનમાં વધુ એક ફિલ્મનો ઉમેરો થયો છે.
Leave a Reply