
હાલમાં સોશીયલ મીડીયા પર અભિનેતા કીચાં સુદીપ અને અભિનેતા અજય દેવગણ વચ્ચે હિન્દી ભાષાને લઈને ચાલી રહેલા વિવાદ અંગે તો તમે જાણતા જ હશો થોડા દિવસ પહેલાં કીચા સુદિપે કહ્યું હતું કે હિન્દી હવે રાષ્ટ્રભાષા નથી રહી જેના જવાબમાં ગઇકાલે જ અજય દેવગણે એક ટ્વીટ કર્યું હતું.
જેમાં તેમને કહ્યું હતું કે જો હિન્દી રાષ્ટ્રીય ભાષા નથી તો તે પોતાની ફિલ્મોને હિન્દીમાં શું કામ ડબ કરે છે અજય દેવગણના આ ટ્વીટ બાદથી જ બંને વચ્ચે એક વિવાદ સર્જાયો હતો જો કે અજય દેવગણે સુદીપ ની માફી માંગી આ વાતનો અંત લાવવા પ્રયત્ન કર્યો હતો તેમ છતાં આ વિવાદ એટલો આગળ વધી ગયો.
કે બોલીવુડના અનેક કલાકારોએ આ અંગે પોતાના મત રજૂ કર્યા છે હાલમાં જ આ વિવાદ અંગે અભિનેતા અક્ષય કુમારનું નિવેદન સામે આવ્યું છે. હાલમાં જ એક મીડીયા ઇન્ટરવ્યૂ દરમિયાન અક્ષય કુમાર ને ભાષા વિવાદ અંગે પૂછવામાં આવતા તેમને કહ્યું કે તેમને કહ્યું કે તમે દેશને બોલીવુડ નોર્થ ઇન્ડસ્ટ્રી કે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ન વહેંચો.
હું અંગત રીતે એવું માનું છું કે આ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે.હું ઇચ્છું છું કે તેમની અને અમારી બંનેની ફિલ્મ ચાલે. એ લોકો બોલી રહ્યા છે તો તમે શું કામ બોલો છો બ્રિટિશરો એ પણ આ જ કર્યું હતું તેમને પણ ઇસ્ટ ઈંડિયા અને સાઉથ ઈંડિયામા ભાગલા પાડ્યા હતા તેમને કહ્યું કે હું હંમેશા આ ઇન્ડસ્ટ્રી માટે શું કરી શકું છું તે જ વિચારું છું મારું ધ્યાન મારા એક્શન પર હોય છે આ દ્રષ્ટિકોણ ની વાત છે.
Leave a Reply