અમૂલ દૂધ આજથી મોંઘુ થયું ! દૂધના ભાવમાં પ્રતિ લીટરે આટલા રૂપિયાનો વધારો, જાણો નવો ભાવ…

Amul milk became more expensive from today

દોસ્તો હાલમાં અમૂલ દૂધને લઈને મોટી ખબર સામે આવી છે બજેટ બાદ સામાન્ય જનતાના ખિસ્સાને આજે પહેલો ફટકો પડ્યો છે જણાવી દઈએ કે અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે.

અમૂલ પ્રાઈસ હાઈક એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓએ દૂધના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. દૂધની આ વધેલી કિંમતો 3 ફેબ્રુઆરી 2023 થી લાગુ કરવામાં આવી છે.

કંપનીના જણાવ્યા અનુસાર હવે અમૂલ તાજા અડધા લિટરનું પેકેટ રૂ.27માં મળશે થશે સાથે જ એક લીટર દૂધનું પેકેટ રૂ.54માં મળશે અમૂલ ગોલ્ડ એટલે કે અમૂલ ફુલ ક્રીમ પેકેટ અડધા લિટરમાં રૂ.33માં ઉપલબ્ધ થશે.

અમૂલ ફુલ ક્રીમ દૂધના એક લિટર માટે 66 રૂપિયા ચૂકવવા પડશે ગ્રાહકે હવે અમૂલ ગાયના દૂધ માટે 56 રૂપિયા ચૂકવવા પડશે અડધા લિટર દૂધ માટે 28 રૂપિયા ચૂકવવા પડશે આ સમય દરમિયાન ભેંસના દૂધની કિંમત 70 રૂપિયા પ્રતિ લિટર છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*