
દોસ્તો હાલમાં એક ખબર સામે આવી રહી છે કે છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના ડોંગરગાંવ તહસીલમાં નલજલ યોજના હેઠળ ખોદકામમાં મુગલ શાસક અહેમદ શાહ બહાદુરના સમયના પ્રાચીન સિક્કાઓ મળી આવ્યા છે.
સંસ્કૃતિ વિભાગે જણાવ્યું કે સિક્કાઓમાં અરબી લિપિ લખેલી છે સિક્કાઓના બનાવેલા ચિન્હ મુજબ એવું લાગે છે કે તે ઓરિસ્સાના કટકની ટંકશાળમાં બનાવવામાં આવ્યા હોવા જોઈએ.
હવે આ સિક્કાઓને રાયપુરના મ્યુઝિયમમાં લાવવામાં આવ્યા છે જ્યારે પુરાતત્વ વિભાગના નિષ્ણાતોએ તપાસ કરી ત્યારે આ સિક્કાઓનું ઐતિહાસિક મહત્વ પણ સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે આ સિક્કા લગભગ 275 વર્ષ જૂના છે.
કહેવાય રહ્યું છે કે આ સિક્કા મુગલ શાસક અહેમદ શાહના જમાનાના છે વર્ષ 1748 થી 1754 વચ્ચે આ વિસ્તારમાં ચાંદી અને અન્ય આભૂષણો સાથે 65 સિક્કા મળ્યા બાદ પુરાતત્વ વિભાગને વધુ શક્યતાઓ દેખાઈ રહી છે અને પુરાતત્વ વિભાગની નજર આ વિસ્તારો પર છે, આ વિસ્તારમાં વધુ શોધો થઈ શકે છે.
Leave a Reply