
દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ ‘પઠાણ’ના ગીત ‘બેશરમ રંગ’ને લઈને ખૂબ જ વિવાદમાં છે. સોશિયલ મીડિયાથી લઈને રાજકીય અને સામાજિક પૃષ્ઠભૂમિ સુધી ફિલ્મ વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. ફિલ્મના બહિષ્કારની માંગ વધી રહી છે.
પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ આ ગીતને ખૂબ એન્જોય કરી રહી છે અને બેશરમ રંગ પર તેમની રીલ્સ સતત શેર કરી રહી છે આ લિસ્ટમાં નવું નામ અંજલિ અરોરાનું છે જેણે દીપિકાના આ લેટેસ્ટ ગીતની નકલ કરવાનો પ્રયાસ કર્યો છે.
અંજલિ અરોરાએ તેનો આ ડાન્સ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે આ વીડિયોમાં અંજલિ ફિલ્મ પઠાણના લેટેસ્ટ ગીત બેશરમ રંગ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે અંજલિ અરોરા આ વીડિયોમાં દીપિકા પાદુકોણના કેટલાક મૂવ્સને ફોલો કરી રહી છે અને ઘણી મૂવ્સ તેના પોતાના પણ છે એકંદરે આ વીડિયોમાં અંજલિ અરોરા ખૂબ જ હોટ લાગી રહી છે અને યુઝર્સ પણ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ઘણા મ્યુઝિક વીડિયોમાં દેખાઈ ચૂકેલી અંજલિ અરોરા કંગના રનૌતના શો લોક અપમાં જોવા મળી હતી આ શોમાં અંજલિ એક મજબૂત ખેલાડી રહી. શો દરમિયાન તેણે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા પણ કર્યા.
તાજેતરના દિવસોમાં અંજલિ તેના કથિત MMS વીડિયોને કારણે પણ હેડલાઇન્સમાં હતી જોકે શો છોડ્યા બાદ તેણે સ્પષ્ટતા કરી હતી કે તે MMS વીડિયોમાં નથી અને તે કોઈની ટીખળ હતી.
Leave a Reply