
હાલના સમયના અંદર લગ્ન મામલે વધુ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે પૂજા સિંહે રાજસ્થાનના જયપુરમાં ગોવિંદગઢમાં ભગવાન કૃષ્ણ ઠાકુરજી સાથે લગ્ન કર્યા હતા જો કે પિતાએ લગ્નમાં હાજરી આપી ન હતી અને તમામ વિધિ તેની માતા દ્વારા કરવામાં આવી હતી.
પૂજાએ પોતાના હાથ પર ઠાકુરજીના નામની મહેંદી બનાવી અને હાથમાં સિંહાસન સાથે ઠાકુરજી લઈને આગના સાત ફેરા લીધા જયપુરની રહેવાસી પૂજા સિંહે ગત 8મી ડિસેમ્બરે હિંદુ રીતિ-રિવાજ મુજબ ભગવાન વિષ્ણુની મૂર્તિ સાથે લગ્ન કર્યા હતા.
છોટી કાશી તરીકે ઓળખાતા ગોવિંદના શહેર જયપુરમાં એક વિચિત્ર લગ્ન ચર્ચાનો વિષય છે કળિયુગમાં મીરાના રૂપમાં પૂજા સિંહે પણ એવું કામ કર્યું છે કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે પોલિટિકલ સાયન્સમાં એમએ કરેલી પૂજાએ ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કર્યા છે.
જેમાં ગણેશ પૂજાથી લઈને ચકભાત મહેંદી મહિલા સંગીત અને ફેરા સુધીની ધાર્મિક વિધિઓ થઈ હતી વિષ્ણુજીને વરના રૂપમાં મંદિરમાંથી પૂજા સિંહના ઘરે લાવવામાં આવ્યા હતા અને ત્યાં મંત્રોચ્ચાર સાથે સાત ફેરા થયા હતા.
Leave a Reply