
ભારતીય મહિલાઓએ અંડર 19 વર્લ્ડ કપ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે આ જીતના બાદ એક નામ ચર્ચામાં આવ્યું છે તે બીજું કોઈ નહીં પરંતુ તે અર્ચના છે જેમાં તેણે 3 ઓવરમાં 17 રન આપીને 2 વિકિટો હાસિલ કરી હતી.
અર્ચનાના સફળતાની કહાની આસન નથી યુપીમાં રહેતી અર્ચનાએ હાલમાં પોતાના જીવનની સંઘર્ષની કહાની બતાવી છે અર્ચના યુપીના ઉનાવ ગામમાં રહેતી હતી જ્યારે તે ચાર વર્ષની હતી ત્યારે તેના પિતાનું નિધન થઈ ગયું હતું અને તેના 6 વર્ષની ઉમરમાં જ ભાઈએ પણ દુનિયા છોડી હતી.
આવામાં તેમની માતા માટે પોતાની દીકરીને ક્રિકેટર બનાવવાનું સપનું આસન ન હતું અર્ચનાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ કે માતા કહેતી હતી કે જીવનમાં ક્યારે સુખ મળશે તેમના સપનાને પૂરા કરવા માટે અર્ચનાએ પોતાની તમામ મહેનત લગાવી દીધી હતી.
હાલમાં જીત બાદ ભારતીય જીત સાથે અર્ચનાનું આખું પરિવાર ખૂબ જ ખુશ છે કહેવામા આવે છે કે અર્ચનાની માતાએ ખેતરોમાં કામ કરીને પોતાની દીકરીને આગળ વધાવી હતી હાલમાં અર્ચનાએ પોતાના કોચની પણ ખૂબ જ તારીફ કરી હતી.
પોતાના કોચના જણાવ્યા અનુસાર અર્ચનાએ અનુસરણ કર્યું હતું અને હાલમાં તે જોતજોતામાં ખૂબ જ મોટી ક્રિકેટર્સ બની ગઈ છે અર્ચનાએ જણાવ્યુ કે હાલમાં હું મારા ઘરની તકલીફો દૂર કરીશ અને ઘર બનાવીશ અર્ચનાએ જણાવ્યુ કે જે પણ જીવનમાં આગળ વધવા માંગે છે તેમણે જીવનમાં મહેનત કરવી પડશે.
Leave a Reply