
એ તો તમે જાણતા જ હશો કે સબ ટીવી પર પ્રસારિત થતી લોકપ્રિય સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ હવે ધીમે ધીમે તૂટી રહી છે વર્ષ ૨૦૦૮ થી શરૂ થયેલી આ સિરિયલ ના એક બાદ એક પાત્ર હવે સિરિયલ છોડી રહ્યા છે.
થોડા મહિનાઓ પહેલાં સિરિયલમાં ટપુ નું પાત્ર ભજવતો રાજ અંદકટ સિરિયલ છોડી રહ્યો હોવાનું સામે આવ્યું હતું જે બાદ ગઇકાલથી સિરિયલમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા પણ સિરિયલ ને અલવિદા કહ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
જો કે શૈલેષ લોઢાના સિરિયલ છોડ્યા અંગે હાલમા કોઈ સ્પષ્ટ જાણકારી આપવામાં આવી નથી પરંતુ ગઇકાલ રાત્રે શૈલેષ લોઢા એ સોશીયલ મીડીયા પર એક શેર પોસ્ટ કર્યો હતો હા મજબૂત સે મજબૂત લોહા તૂટ જતા હે જૂઠે ઇક્કઠે હો તો સચ્ચા તૂટ જાતા હે.
હબીબ શોઝના આ શેર નું કોઈ સ્પષ્ટ કારણ તો શૈલેષ લોઢા જ જાણે પરંતુ તે એક કવિ હોવાના કારણે એવું માનવામાં આવી રહ્યું હતું કે આ શેર દ્વારા તેમને નિર્માતાઓ સાથે થતા ઝઘડા અને અણબનાવ તરફ ઈશારો કર્યો હોય.
જો કે બે દિવસથી સામે આવતી આ ખબરોને ગઇકાલે સિરિયલના નિર્માતા આસિત મોદીએ અફવા ગણાવી હતી પરંતુ હાલમાં તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢા ના કેટલાક ફોટા સામે આવ્યા છે જે પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે તેમને તારક મહેતા સિરિયલ છોડી દીધી છે.
એટલું જ નહિ આ સિરિયલ છોડતા જ તેમને બીજો શો પણ મળી ગયો છે અને તેમને શો નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે હાલમાં સામે આવેલી ખબર અનુસાર શૈલેષ લોઢા એ શેરમારો ચેનલના શો વાહ ભાઈ વાહ નું શૂટિંગ શરૂ કર્યું છે.
આ શો પર નવોદિત કવિઓને આમંત્રણ આપી તેમને એક તક આપવામાં આવશે આ શોમાં શૈલેષ લોઢા હોસ્ટ તરીકે જોવા મળવાના છે હાલમાં શો ના સેટ પરથી કેટલાક ફોટા પણ સામે આવ્યા છે જણાવી દઈએ કે આ પહેલાં શૈલેષ લોઢા સબ ટીવીના શો વાહ વાહ ક્યાં બાત હે મા હોસ્ટ તરીકે જોવા મળ્યા હતા.
Leave a Reply