
એ તો તમે જાણતા જ હશો કે સબ ટીવી પર પ્રસારિત થતી લોકપ્રિય સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ હવે ધીમે ધીમે તૂટી રહી છે વર્ષ ૨૦૦૮ થી શરૂ થયેલી આ સિરિયલ ના એક બાદ એક પાત્ર હવે સિરિયલ છોડી રહ્યા છે.
થોડા મહિનાઓ પહેલાં સિરિયલમાં ટપુ નું પાત્ર ભજવતો રાજ અંદકટ સિરિયલ છોડી રહ્યો હોવાનું સામે આવ્યું હતું જે બાદ ગઇકાલથી સિરિયલમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા પણ સિરિયલ ને અલવિદા કહ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
જો કે શૈલેષ લોઢાના સિરિયલ છોડ્યા અંગે હાલમા કોઈ સ્પષ્ટ જાણકારી આપવામાં આવી નથી પરંતુ ગઇકાલ રાત્રે શૈલેષ લોઢા એ સોશીયલ મીડીયા પર એક શેર પોસ્ટ કર્યો હતો હા મજબૂત સે મજબૂત લોહા તૂટ જતા હે જૂઠે ઇક્કઠે હો તો સચ્ચા તૂટ જાતા હે.
હબીબ શોઝના આ શેર નું કોઈ સ્પષ્ટ કારણ તો શૈલેષ લોઢા જ જાણે પરંતુ તે એક કવિ હોવાના કારણે એવું માનવામાં આવી રહ્યું હતું કે આ શેર દ્વારા તેમને નિર્માતાઓ સાથે થતા ઝઘડા અને અણબનાવ તરફ ઈશારો કર્યો હોય.
જો કે બે દિવસથી સામે આવતી આ ખબરો વચ્ચે હાલમાં જ સિરિયલ ના નિર્માતા આસિત મોદીએ આ વાતોને અફવા ગણાવી છે મીડીયા ઇન્ટરવ્યૂ દરમિયાન આ ખબરો અંગે ખુલાસો કરતા તેમને કહ્યું કે ૧૪ વર્ષથી હું આ ટીમને એક સાથે રાખવાનો પ્રયત્ન કરતો આવ્યો છું.
આ સિરિયલ એક પરિવાર છે તેમાં ઉતાર ચઢાવ તો આવવાના જ છે ને દરેક દિવસ સરખો ન હોય શકે આ સિરિયલ બધા માટે એક સરખા નિયમ છે અને જેને કામ કરવું હોય તેને નિયમનું પાલન તો કરવું જ પડશે જો કે હું હમેશા પ્રયત્ન કરું છું કે ટીમમાં મારાથી કોઈ દુઃખી ન હોય અને જો કોઇ દુઃખી હોય તો તેને દૂર કરવા માટે પણ પૂરા પ્રયત્ન કરવામાં આવશે.
Leave a Reply