
બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ બંનેના લગ્નના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. જો કે લગ્ન કે લગ્નની તારીખને લઈને બંનેના પરિવાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
હવે લેટેસ્ટ મીડિયા રિપોર્ટમાં આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની તારીખ સામે આવી છે. તેમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કપલના લગ્નનું ફંક્શન 3 દિવસ ચાલશે. આવો જાણીએ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ક્યારે લગ્ન કરવા જઈ રહ્યા છે.
અહેવાલ મુજબ, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના પરિવારે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે આ બંનેના ભવ્ય લગ્ન થવાના છે આ કપલ 23મી જાન્યુઆરીએ સાત ફેરા લેવા જઈ રહ્યું છે.
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની વિધિ 21 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી કરવામાં આવશે 21 અને 22મીએ હલ્દી મહેંદી અને સંગીતનો કાર્યક્રમ યોજાશે આ કપલ 23 તારીખે લગ્ન કરશે. આ કપલ સુનીલ શેટ્ટીના ખંડાલા બંગલામાં સાત ફેરા લેવાનું છે.
જો કે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના પરિવાર દ્વારા લગ્ન અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ હાલમાં જ દુબઈથી ન્યૂ યર સેલિબ્રેટ કરીને ભારત પરત ફર્યા છે. નોંધપાત્ર રીતે, આથિયા શેટ્ટી તેના ભાઈ અહાન શેટ્ટીની ફિલ્મ તડપના સ્ક્રિનિંગમાં બોયફ્રેન્ડ કેએલ રાહુલ સાથે પહોંચી હતી.
આ રીતે બંનેએ તેમના સંબંધોને સત્તાવાર બનાવી દીધા. આથિયા શેટ્ટી અવારનવાર બોયફ્રેન્ડ કેએલ રાહુલ સાથે તેના ઇન્ટરનેશનલ ક્રિકેટ ટૂર પર જાય છે. આ બંને સોશિયલ મીડિયા પર એકબીજા વિશે પોસ્ટ શેર કરતા રહે છે.
Leave a Reply