ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અક્ષયનો મિત્ર અને બિગ બોસ સ્પર્ધક એન્ડ્રુ સાયમન્ડ્સનું થયું અવસાન…

ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સનું થયું અવસાન
ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સનું થયું અવસાન

કહેવાય છે ને કે જીવનનો કોઈ ભરોસો નથી. બે મિનિટ પહેલા હસતો ,બોલતાં વ્યક્તિ વિશે બે મિનિટ બાદ મૃત્યુના સમાચાર પણ સાંભળવા મળી શકે છે હાલમાં આવું જ કંઈ થયું છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્રુ સાયમંડ સાથે. ગઇકાલે જ ઓસ્ટ્રેલિયાના જાણીતા ક્રિકેટર જેમને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે.

એવા એન્ડ્રુ સાયમંડ નું નિધન થયું હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર શનિવાર રાત્રે એન્ડ્રુ સાયમંડ એકલા જ પોતાની કારમાં ક્વીન્સલેન્ડના રસ્તા પર જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ તેમની કાર પલટી ખાઇ જતાં તેમનું નિધન થયું છે જો કે ઘટના સ્થળે પહોચેલા ત્યાંના જ એક વ્યક્તિએ આ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું.

કે કાર પલટી મારવાનો અવાજ સાંભળતાં જ તે ત્યાં પહોંચ્યો હતો.તેનેએન્ડ્રુ સાયમંડને કાર માથી બહાર નીકાળી તેને સિપીઆર આપ્યું હતું.તાત્કાલિક સારવાર પણ આપવામાં આવી તેમ છતાં તેમનું મોત નિપજ્યું હતુ જણાવી દઈએ કે આ પહેલાં આ વર્ષે જ ક્રિકેટ શેન વોર્ને નું મોત નિપજ્યું હતું.

વાત કરીએ એન્ડ્રુ સાયમંડ ના કરિયર વિશે તો તેમને 238 ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં 26 ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા માટે હતી.જણાવી દઈએ કે એન્ડ્રુ સાયમંડ હાલમાં 46 વર્ષના હતા આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*