અક્ષર પટેલની વિસ્ફોટક બેટિંગ ! વિરાટ કોહલીનો આ રેકોર્ડ તોડી નાખ્યો, ચાહકો થયા નિરાશ…

Axar Patel's outcry broke Virat Kohli's record

ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે ગુરુવારે પુણેમાં શ્રીલંકા સામેની બીજી T20 મેચમાં પોતાની તોફાની બેટિંગથી ધૂમ મચાવી હતી. અક્ષરે ચોગ્ગા અને છગ્ગા ફટકારીને સનસનાટી મચાવી હતી. તેણે શ્રીલંકાના બોલરોને જોરદાર રીતે પછાડ્યા અને માત્ર 20 બોલમાં અડધી સદી ફટકારી.

અક્ષરે 2 ચોગ્ગા-6 છગ્ગા ફટકાર્યા અને 200થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતી વખતે શાનદાર ફિફ્ટી ફટકારી. આ સાથે તેણે ભારતના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો. તે ભારત માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર પાંચમો બેટ્સમેન બન્યો હતો.

અક્ષરે 20 બોલમાં ફિફ્ટી ફટકારીને વિરાટ કોહલીને પાછળ છોડી દીધો હતો. કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે 21 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તે વિરાટ કોહલી અને શિખર ધવનથી પણ આગળ નીકળી ગયો હતો, તેણે માત્ર 20 બોલમાં પચાસા ફટકાર્યા હતા.

શિખર ધવને 22 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.ભારતીય બેટ્સમેનોમાં સૌથી ઓછા બોલમાં અડધી સદી ફટકારવાનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે છે. તેણે ઈંગ્લેન્ડ સામે 12 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

યુવી સિવાય કેએલ રાહુલ 18, સૂર્યકુમાર યાદવ 18 અને ગૌતમ ગંભીરે 19 બોલમાં અડધી સદી ફટકારી છે. યુવીના નામે 20 બોલમાં અડધી સદી ફટકારવાના બે રેકોર્ડ પણ છે. તેણે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામે 20 બોલમાં ફિફ્ટી ફટકારવાનું કારનામું કર્યું હતું.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*