
એ તો તમે જાણતા જ હશો કે ફિલ્મ હીરોપંતી, કિક અને બાગી જેવી ફિલ્મો આપનાર સાજીદ નડિયાદવાલા એ હવે બોલીવુડના દબંગ સલમાન ખાનની ફિલ્મ પર પૈસા લગાવવાની ના પાડી દીધી જે બાદ સલમાન ખાને આ ફિલ્મને બનાવવાનો નિર્ણય લીધો છે.
થોડા દિવસ પહેલાં સામે આવેલી ખબર પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષમાં રિલીઝ થયેલી પોતાની ફિલ્મ બચ્ચન પાંડે અને બાગી 3ની નિષ્ફળતા જોતા સાજીદ નડિયાદવાલા એ સલમાન ખાનની ફિલ્મ પર પૈસા લગાવવાની ના પાડી દીધી હતી જે બાદ ખબર સામે આવી હતી કે સલમાન ખાન આ ફિલ્મ પર પોતાના પૈસા લગાવવાનના છે.
સલમાન ખાન પનવેલમા ફાર્મ હાઉસ પાસે આ ફિલ્મનો સેટ તૈયાર કરાવી જલ્દી જ શુટિંગ પણ શરૂ કરશે જેથી તેમને જગ્યા માટેના વધારાના પૈસા પણ ન ચૂકવવા પડે અને આવવા જવામાં સમય પણ ન બગડે જો કે હાલમાં આ ફિલ્મને લઈને વધુ એક ચોંકાવનારી ખબર સામે આવી છે.
જે અનુસાર સલમાન ખાનની બહેન અર્પિતાના પતિ આયુષ શર્માએ સલમાન ખાન ની ફિલ્મ કભી ઈદ કભી દિવાલી થી પીછે હટ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે આયુષ શર્મા જે ફિલ્મ લવ રાત્રિ થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી તેમને હાલમાં જ સલમાન ખાનની ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કર્યું હતું.
પરંતુ હાલમાં સામે આવેલી ખબર અનુસાર સલમાન ખાનની પ્રોડક્શન કંપની સાથે કોઈ મતભેદ થતા આયુષ શર્મા આ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો છે ઉલ્લેખનીય છે કે આયુષ આ પહેલાં ફિલ્મ અંતિમમા સલમાન ખાન સાથે જોવા મળ્યા હતા.
Leave a Reply