હિંડનબર્ગ બાદ બાંગ્લાદેશે અદાણી ગ્રુપને આપ્યો જોરદાર ઝટકો, 7 વર્ષ જૂના પાવર ડીલ પર સંકટ…

Bangladesh gave a big blow to Adani Group

દોસ્તો કહેવાય છે કે ખરાબ સમય કહીને નથી આવતો જેવી રીતે હાલ ભારતના ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી સાથે થઈ રહ્યું છે પહેલા હીંડનબર્ગ એ ચૂનો લગાવ્યો પછી દેશમાં શેર નીચે આવવા લાગ્યા તેમના પાછળ હવે RBI, SEBI અને NSE એ દેખરેખ ચાલુ કરી દીધી છે.

અદાણી ગુપે બાંગ્લાદેશ સાથે કરાર કર્યો હતો 2017 માં અદાણી પાવર લિમિટેડ અને બાંગ્લાદેશ વચ્ચે પાવર ખરીદવા માટે કરાર થયો હતો જે હવે જોખમમાં છે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ પાવર પરચેઝ એગ્રીમેન્ટમાં ફેરફાર ઈચ્છે છે તેમણે અદાણી ગ્રૂપને પત્ર લખીને પાવર પરચેઝ એગ્રીમેન્ટ રિવિઝન કરવાની માંગ કરી છે.

તેમનું કહેવું છે કે તેમને ખૂબ જ મોંઘી વીજળી મળી રહી છે અહેવાલો અનુસાર બાંગ્લાદેશનું કહેવું છે કે તેને અદાણી પાવર લિમિટેડ પાસેથી જે વીજળી મળી રહી છે તે ઘણી મોંઘી છે બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ ના એક અધિકારીએ કહ્યું કે અમે કરારમાં સુધારો કરવા માટે ભારતીય કંપનીનો સંપર્ક કર્યો છે.

જોકે અધિકારીએ આનાથી વધુ વિગતો આપવાનો ઈન્કાર કર્યો હતો બાંગ્લાદેશની ખાનગી સમાચાર એજન્સી UNB એ BPDC અધિકારીને ટાંકીને કહ્યું છે કે અદાણી જૂથ દ્વારા ટાંકવામાં આવેલા કોલસાની કિંમત ઘણી ઊંચી છે.

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે સમજૂતીમાં સુધારાની માંગ બાંગ્લાદેશ દ્વારા સમય જોઈને કરવામાં આવી છે. એવા સમયે જ્યારે અદાણી જૂથ સર્વાંગી દબાણનો સામનો કરી રહ્યું છે. બાંગ્લાદેશની આ માંગ સ્વીકારવાની પૂરી સંભાવના છે જૂથને પહેલેથી જ ભારે નુકસાન થયું છે. હવે.

જો આ ડીલ પણ કેન્સલ થઈ જશે તો તેને બીજો ફટકો પડશે અને તે કદાચ ઈચ્છશે નહીં. બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ પણ આ વાત સારી રીતે સમજે છે અને કદાચ તેથી જ તક જોઈને કરારમાં સુધારો કરવાની માંગ કરી છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*