
બોલીવુડ અભિનેતા આમિર ખાનને બોલીવુડમાં પરફેક્ટનિસ્ટ કહેવામાં આવે છે અને આ નામ ને તે પોતાની દરેક ફિલ્મ સાથે સાચું સાબિત કરે છે આમિર ખાનનું અંગત જીવન ભલે વિવાદોથી ભરેલું હોય પરંતુ પોતાની ફિલ્મો દ્વારા તે હમેશા દર્શકોન કઈક નવું આપવાનો પ્રયાસ કરતા આવ્યા છે.
હાલમાં પણ તેમની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ને લઈ એક ચોંકાવનારી વાત સામે આવી છે.હાલમાં સામે આવેલી ખબર અનુસાર ઓગસ્ટ મહિનામાં રિલીઝ થનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા મા વર્ષ 1992ના વિવાદિત મુદ્દા બાબરી મસ્જિદ ને પણ આવરી લેવામાં આવ્યો છે એક તરફ હાલમાં જ કાશ્મીરી પંડિત પર થયેલા અત્યાચારો પર ફિલ્મ બનાવવામાં આવી હતી.
જે બાદ હવે બાબરી મસ્જિદ વિવાદ ના મુદ્દાને ફિલ્મમાં આવરી લેવામાં આવ્યો છે જે જોતા એવું પણ કહી શકાય કે પોતાની ફિલ્મને સફળ બનાવવાની બોલીવુડ અભિનેતાની આ નવી કોશિશ છે જો કે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા વર્ષ 1994માં રિલીઝ થયેલી ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક છે.
આ ફિલ્મમાં આઝાદી પછીની સ્થતિ અને આઝાદી પહેલાંની સ્થતિ નું વર્ણન છે વાત કરીએ બાબરી મસ્જિદ વિવાદ અંગે તો વર્ષ 1992મા હિન્દુ મંદિરને પાડીને મસ્જિદ બનાવવામાં આવી હતી કે મંદિરને જ મસ્જિદમાં બદલી દેવામાં આવી હતી તે અંગે વિવાદ થયો હતો જો કે આ વિવાદિત મુદ્દાને કારણે આમિર ખાનની ફિલ્મ મુસીબતમાં પણ ફસાઈ શકે છે.
Leave a Reply