
દોસ્તો કહેવાય છે કે કોઈ આપત્તિ આવવાની હોય તો પહેલા જાનવરો કે પક્ષીઓને ખબર પડી જાય છે એવુંજ હાલ જોવા મળ્યું છે તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી બાદ અંદાજે દસ હજાર લોકોના અવસાન થયા હોવાનો અંદાજ છે અનેક ઈમારતો ધરાશાયી થઈ અને લાખો મકાનો ધરાશાયી થયા.
તુર્કીમાં ભૂકંપ પહેલા પક્ષીઓએ આકાશમાં અજીબોગરીબ કામો કરવા માંડ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એક વીડિયો જે વાયરલ થયો છે તેની જોરદાર ચર્ચા થઈ રહી છે.
આ વીડિયો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આકાશમાં મંડરાતા આ પક્ષીઓને આ ભયાનક દુર્ઘટનાનો અહેસાસ થઈ ગયો હતો. તેણે ચેતવણી પણ આપી.
ખરેખર આ વીડિયોને બિઝનેસમેન આનંદ મહિન્દ્રા સહિત ઘણા લોકોએ શેર કર્યો છે વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તેઓ આકાશની ઉપર મંડરાઈ રહ્યા છે અને વિચિત્ર વર્તન કરી રહ્યા છે તેઓ હજારોની સંખ્યામાં છે અને તુર્કીના એક શહેર પર અવાજ ઉઠાવતા જોવા મળે છે આ વીડિયો તુર્કીમાં આવેલા ભૂકંપના થોડા સમય પહેલાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
Leave a Reply