
કહેવાય છે કે બોલીવુડમાં સફળતા મેળવવા માટે કરણ જોહર યશ રાજ ફિલ્મ નો સાથ હોવો ખૂબ જ જરૂરી છે જો આ પ્રોડક્શન હાઉસ તમને નિષ્ફળ જાહેર કરે તો બોલીવુડમાં સપના પૂરાં કરવા અઘરા થઈ જતાં હોય છે જો કે બોલીવુડમાં કામ કરતા અનેં નવા આવનાર કલાકારોની આ માન્યતાને હાલમાં જ બોલીવુડના એક નવા અભિનેતાએ ખોટી સાબિત કરી બતાવી છે.
એટલું જ નહિ આ નવા અભિનેતાએ આ વર્ષે બોલીવુડની ઈજ્જત પણ બચાવી લીધી છે આ અભિનેતા બીજુ કોઈ નહિ પરંતુ કાર્તિક આર્યન છે પ્યાર કા પંચનામા અને સોનું કે ટીટુ કી સ્વીટી જેવી ફિલ્મોમાં અભિનય કરનાર આ અભિનેતાએ બોલીવુડની આ વર્ષની સફળ કહી શકાય એવી ફિલ્મ આપી છે.
એ તો તમે જાણતા જ હશો કે કાર્તિક આર્યન જેની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 વિશે લોકો અલગ અલગ વાતો કરતા જોવા મળી રહ્યા હતા તે હાલમાં એક સફળ ફિલ્મની યાદીમાં સામેલ થવા જઈ રહી છે માત્ર 65 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે 20મેના રોજ રીલિઝ થતા જ ભારતમાં 14.11કરોડ રૂપિયાની કમાણી કરી છે.
તો બોક્સ ઓફિસ પર આ ફિલ્મ 20 કરોડનો આંકડો પાર કરી ગઈ છે.જણાવી દઈએ કે રિલીઝ ના પહેલાં દિવસની આ કમાણી સાથે કાર્તિક આર્યનની ફિલ્મે અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે અને આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ને પણ પાછળ છોડી છે.
ફિલ્મના બીજા દિવસની કમાણીમાં પણ 18 કરોડનો વધારો થયો છે ફિલ્મના જાણકારોનું કહેવું છે કે ફિલ્મ પહેલાં અઠવાડિયે જ 55 કરોડની કમાણી કરી લેશે જો કે જો કાર્તિક આર્યનની ફિલ્મ સફળ થઈ તો કરણ જોહર જેને કાર્તિક ને નવો કલાકાર કહેતા ફિલ્મથી બહાર કર્યો હતો તેના માટે આ એક મોટો ઝટકો હશે.
Leave a Reply