
વર્ષ 2008માં આવેલી ફિલ્મ ભૂતનાથને બાળકોથી લઈને પુખ્ત વયના લોકોએ પસંદ કરી હતી આ ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ લોકોને પસંદ પડી હતી. આ ફિલ્મમાં અમિતાભ એક ભૂતના રોલમાં જોવા મળ્યા હતા જે ક્યારેક લોકોને હસાવે છે તો ક્યારેક રડાવે છ આ ફિલ્મમાં અમન સિદ્દીકી બાળ કલાકારના રોલમાં જોવા મળ્યો હતો.
આ ફિલ્મમાં તેના પાત્રનું નામ પણ અમન હતું, પરંતુ લોકો તેને પ્રેમથી બંકુ કહીને બોલાવતા હતા ફિલ્મ રિલીઝ થયાને 14 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને વર્ષોથી અમનનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.
અમન સિદ્દીકી ઉર્ફે બંકુ હવે મોટો થઈ ગયો છે. તેનો એક લેટેસ્ટ ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે આ ફોટોમાં તે હાથમાં લાલ જેકેટ પકડેલો જોવા મળી રહ્યો છે. આ સાથે તે કાર્ગો પેન્ટ અને ટી-શર્ટમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે.
ફોટો જોયા બાદ ઘણા લોકો અભિનેતાને ઓળખી પણ ન શક્યા. એ વાતમાં કોઈ શંકા નથી કે વર્ષોથી અમનનો લુક ઘણો બદલાઈ ગયો છે. આવી સ્થિતિમાં જો લોકો તેને જોયા પછી ઓળખવાની ના પાડી દે તો તે મોટી વાત નથી.ફિલ્મ ભૂતનાથમાં અમન અને અમિતાભની કેમેસ્ટ્રી લોકોને પસંદ પડી હતી.
લોકોને ખાસ કરીને અમનની ક્યુટનેસ પસંદ આવી. આ પછી ભૂતનાથ રિટર્ન્સ પણ આવ્યું પરંતુ તેમાં અમન સિદ્દીકી જોવા મળ્યો ન હતો આ પછી અમન વર્ષ 2013માં શિવાલિક નામની ફિલ્મમાં પણ જોવા મળ્યો હતો તે બીજી વાત છે કે તેને ભૂતનાથમાં બંકુનો રોલ કરીને જ ઓળખ મળી હતી.
Leave a Reply