
જો તમે સેકન્ડ હેન્ડ કાર અથવા વાહન લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે માર્ગ અને પરિવહન મંત્રાલય એ સેકન્ડ હેન્ડ વાહનોની ખરીદી અને વેચાણ સંબંધિત નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે.
આ ફેરફારો 1 એપ્રિલ 2023થી અમલમાં મુકાશે આ માટે મંત્રાલયે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989ના પ્રકરણ 3માં ફેરફારની જાહેરાત કરી છે અને આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
હવે સેકન્ડ હેન્ડ વાહનોની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા ડીલરની ખરાઈ કરવા માટે પ્રમાણપત્ર આપવામાં આવશે જેથી લોકોને કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચાવી શકાય અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર હવે વાહન માટે ઈલેક્ટ્રોનિક ટ્રિપ રજિસ્ટર ફરજિયાત રહેશે.
આની મદદથી વાહનના માઇલેજ ડ્રાઇવ, ઉપયોગને લગતી તમામ વિગતો ચકાસી શકાય છે વાહનને લગતા કોઈપણ પ્રકારના નુકસાન અથવા દસ્તાવેજોના નુકશાન અંગેની માહિતી માલિક દ્વારા સત્તાધિકારીને આપવાની રહેશે.
હવે ડીલર રજીસ્ટ્રેશન સર્ટિફિકેટના રિન્યુઅલ અથવા ફિટનેસ સર્ટિફિકેટના રિન્યૂઅલ, ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, NOC, તેની પાસે આવેલા વાહન માટે માલિકી ટ્રાન્સફર માટે અરજી કરી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે વાહન માટે ઈલેક્ટ્રોનિક ટ્રિપ રજિસ્ટર ફરજિયાત હશે.
Leave a Reply