
26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભાગ લેવા માટે કર્ણાટકના હુબલી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે વાસ્તવમાં પીએમ મોદીના રોડ શો દરમિયાન એક વ્યક્તિ સિક્યોરિટી કોર્ડન તોડીને અચાનક તેમની પાસે પહોંચી ગયો હતો અને તેમને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે, તે વ્યક્તિ પીએમની વધુ નજીક જઈ શક્યો ન હતો અને પીએમની સુરક્ષામાં લાગેલા એસપીજી કમાન્ડોએ તેને અટકાવ્યો હતો આ પછી પોલીસે તેને પકડી લીધો અને ત્યાંથી અલગ કરી દીધો.
મળતી માહિતી મુજબ સુરક્ષા કોર્ડન તોડનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરવા કર્ણાટકના હુબલીમાં છે અહીં તેઓ રોડ શો કરી રહ્યા છે.
યૂથ ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં આશરે 30,000 યુવાનો હાજરી આપે તેવી અપેક્ષા છે. પીએમ મોદીના કાર્યક્રમમાં આવેલા યુવાનોને સંબોધિત કરશે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ઉદ્ઘાટન સમારોહ યોજાઈ રહ્યો છે. રાજ્ય સરકારના સહયોગથી યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા પાંચ દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
Leave a Reply