
બિગ બોસના છેલ્લા એપિસોડમાં પરિવારના સભ્યોને નોમિનેશનનું ટાસ્ક કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ ઘણા સભ્યો પર નોમિનેશનની તલવાર લટકી ગઈ હતી પ્રિયંકા ચહર ચૌધરી અને અર્ચના ગૌતમ વચ્ચે લડાઈ થઈ.
અહીં ટીના અને શાલીન ભનોટ વચ્ચેની મિત્રતા હવે દુશ્મનીમાં બદલાઈ ગઈ છે જો કે આ બધાની વચ્ચે આવનારો એપિસોડ ઘણો જ ઈમોશનલ થવાનો છે બિગ બોસના નિર્માતાઓએ શોના આગામી એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો છે.
જેમાં તે ખૂબ જ ભાવુક બતાવવામાં આવ્યો હતો આ પ્રોમોમાં બિગ બોસ ઘરના તમામ સ્પર્ધકોને લિવિંગ એરિયામાં ભેગા કરે છે અને તેમને કહે છે કે આજે સ્પર્ધકોને તેમના પરિવારના સભ્યો તરફથી એક પત્ર મળવાનો છે.
આ સાંભળીને દરેક જણ થોડા ભાવુક થઈ જાય છે ત્યારબાદ સ્પર્ધકોને એક પછી એક રૂમમાં મોકલવામાં આવે છે જ્યાં તેઓ તેમના ઘરેથી પત્ર વાંચે છે. જો કે, આ પ્રોમોમાં માત્ર નિમ્રિત કૌર આહલુવાલિયા અને શાલિન ભનોટની ઝલક બતાવવામાં આવી છે.
જેઓ પોતાના પરિવારનો પત્ર વાંચીને રડી પડ્યા છે આ પત્ર વાંચીને શાલીન પણ રડી પડ્યા છે સોશિયલ મીડિયા પર દર્શકો આ પ્રોમોને લાઈક કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
Leave a Reply