
દોસ્તો હાલમાં ખબર સામે આવી છે કે બૉલીવુડની મશહૂર એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરી લીધા છે અભિનેત્રીએ સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહેમદ સાથે શાદી કરી છે બંને એ કોર્ટ મેરેજ કરી લીધા છે.
સ્વરાએ તેના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અહેમદને ટેગ કરીને માહિતી શેર કરી હતી.
ફહાદ અહેમદ સમાજવાદી પાર્ટીની યુવા પાંખ સમાજવાદી યુવા સભાના પ્રદેશ અધ્યક્ષ છે તેના પતિ સાથે પોતાનો એક વીડિયો શેર કરતા ભાસ્કરે લખ્યું ક્યારેક તમે તમારી બાજુમાં હોય તેવી કોઈ વસ્તુ માટે દૂર દૂર સુધી શોધો છો.
અભિનેત્રી એ આગળ લખ્યું કે અમે પ્રેમની શોધમાં હતા પરંતુ અમને પ્રથમ મિત્રતા મળી અને પછી અમે એકબીજાને શોધી કાઢ્યા મારા હૃદયમાં ફહાદ ઝિરાર અહેમદનું સ્વાગત છે.
આ દિલમાં હલચલ છે પણ તારા માટે અભિનેત્રીની પોસ્ટ શેર કરતા 31 વર્ષીય અહેમદે લખ્યું મને ક્યારેય ખબર નહોતી કે હલચલ આટલી સુંદર સ્વરા ભાસ્કર હોઈ શકે છે ભાસ્કર છેલ્લે કોમેડી ફિલ્મ જહાં ચાર યારમાં જોવા મળી હતી.
Leave a Reply