
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત નિર્માતા નીતિન મનમોહનનું આજે એટલે કે 29 ડિસેમ્બરે નિધન થયું છે તાજેતરમાં જ નીતિન મનમોહનને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યા હતા. માત્ર 62 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું.
જો અહેવાલોનું માનીએ તો, નિર્માતાને 3 ડિસેમ્બરની સાંજે હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ તેમને મુંબઈની કોકિલા ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે.
જેના કારણે નીતિન મનમોહનને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમના મૃત્યુ બાદ સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.મનમોહને તેમની કારકિર્દીમાં એકથી વધુ ફિલ્મો આપી હતી તેમણે લાડલા, યમલા પગલા દીવાના, બોલ રાધા બોલ, લવ કે લિયે કુછ ભી કરેગા, દસ, ચલ મેરે ભાઈ, નઈ પડોસન, બાગી, એના મીના ડીકા, ટેંગો ચાર્લી, દિલ માંગે મોર સહિત ઘણી ફિલ્મો આપી.
એક અભિનેતા તરીકે નીતિન મનમોહન પાસેસ અવે ટીવી સીરીયલ ભારત કે શહીદમાં ચંદ્રશેખર આઝાદની ભૂમિકા ભજવી હતી નીતિન બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા મનમોહનનો પુત્ર છે મનમોહન બ્રહ્મચારી ગુમનામ અને નયા જમાના જેવી ફિલ્મો માટે જાણીતા છે.
Leave a Reply