
કિયારા અડવાણી આખરે તેના લગ્ન માટે રાજસ્થાન પહોંચી ગઈ છે.થોડા સમય પહેલા જ કિયારા મનીષ મલ્હોત્રા સાથે મુંબઈના પ્રાઈવેટ એરપોર્ટ પર પહોંચી હતી અને ત્યાંથી તેણે પ્રાઈવેટ જેટમાં રાજસ્થાન જવા માટે ઉડાન ભરી હતી ત્યારબાદ બંને જેસલમેર ઉતર્યા હતા.

એરપોર્ટ પર કિયારા સાથે ઘણી સુરક્ષા હતી કિયારા 6 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સાત ફેરા લેવા જઈ રહી છે તેના પ્રી-વેડિંગ ફંક્શન્સ આજથી શરૂ થઈ રહ્યા છે સિદ્ધાર્થ અને કિયારા જેસલમેરમાં સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

પરંતુ આ શાહી લગ્નમાં કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રા ખૂબ પૈસા ખર્ચી રહ્યા છે બોલિવૂડની અનેક મોટી હસ્તીઓ આવી રહી છે અત્યારે લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આજથી વિધિઓ શરૂ થઈ રહી છે.
આ વર્ષના બૉલીવુડના આ પ્રથમ હાઈપ્રોફાઈલ લગ્ન છે જેના પર લોકોની નજર ટકેલી છે હાલમાં કિયારા રાજસ્થાન પહોંચતાની સાથે જ સિદ્ધાર્થ મલ્હોત્રા પણ નીકળી જશે હાલમાં સિદ્ધાર્થ તેના પરિવાર સાથે દિલ્હીમાં હાજર છે.

Leave a Reply