
હાલના સમયના અંદર ફરી એકવાર ભાઈ અને બહેનનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના લખનૌમાં એક ભાઈએ તેની બહેનની નિર્દયતાથી હત્યા કરી અને તેને તેના ઘરના રસોડામાં દાટી દીધી જેની માહિતી પર પોલીસે કાર્યવાહી કરી.
અને આરોપીને કસ્ટડીમાં લીધો સાયરપુર વિસ્તારમાં એક ભાઈએ તેની બહેનની ગળું દબાવી હત્યા કરી નાખી અને મૃતદેહને ઘરના રસોડામાં જ દાટી દીધી ત્યાર બાદ બાજુના રૂમમાં સૂઈ ગયો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે તેણે પહેલા તેની બહેનને માર માર્યો હતો.
પછી વાસણ વડે ફાંસો બનાવી ગળું એટલું જોરથી દબાવ્યું કે ગળાનું હાડકું તૂટી ગયું જ્યારે પોલીસે મૃતદેહને જમીનમાંથી બહાર કાઢ્યો ત્યારે પણ બાળકીના ગળામાં વાસણમાંથી બનાવેલ ફાંસો બાંધવામાં આવ્યો હતો.
રવિવારે રાત્રે 9.55 કલાકે સાયરપુર પોલીસ સ્ટેશનના કંટ્રોલ રૂમમાંથી માહિતી મળે છે કે હિમાંશુએ તેની બહેન શિવાનીની હત્યા કરી છે અને તેના મૃતદેહને પલ્લાહરી ગામમાં ઘરે દાટી દીધો છે. પોલીસ તપાસમાં રસોડાના ખૂબ જ નાના ભાગમાં ઇંટો પડેલી મળી આવી હતી.
આ અંગે શંકા જતાં પોલીસે ઇંટો હટાવીને માટી ભીની મળી હતી. પોલીસે મજૂરોને બોલાવીને લગભગ 5 કલાક સુધી કામ કરાવ્યું હતું. ત્યારે શિવાનીની ડેડ બોડી મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે પોલીસને ફોન કરનાર અજાણ્યો વ્યક્તિ શિવાનીનો મિત્ર હતો.
પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપી ભાઈ હિમાંશુ ખાનગી કંપનીમાં નોકરીની સાથે અડધી ડાલા પણ ચલાવતો હતો. નશાની આદતને કારણે ઘરમાં રોજ ઝઘડા થતા હતા. બનાવના દિવસે પણ વિવાદ થયો હતો શનિવાર સાંજથી શિવાની ન દેખાતા લોકોને શંકા ગઈ હતી અને એક રૂમને તાળું માર્યું હતું.
Leave a Reply