
દોસ્તો હાલમાં ગાઝિયાબાદથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમા કાર સવારે કોન્સ્ટેબલને ટક્કર મારી છે સીટ બેલ્ટ વગર મિત્રો સાથે કારમાં સવાર ડ્રાઇવરને ચેકિંગ દરમિયાન રોકવામાં આવ્યો ત્યારે બેફામ યુવકે કાર રોકવાને બદલે ચેકિંગ કરતા ટ્રાફિક કોન્સ્ટેબલને ટક્કર મારી હતી.
જેના કારણે કોન્સ્ટેબલ કારના બોનેટ પર પડ્યો હતો ડ્રાઈવરે કાર રોકવાને બદલે તેની સ્પીડ વધારી દીધી બાદમાં બાઇક સાથે અથડાયા બાદ કાર ઉભી રહી જતાં કોન્સ્ટેબલનો જીવ કોઈ રીતે બચી ગયો હતો પોલીસે બેફામ યુવક અને તેના સાથીદારને કસ્ટડીમાં લીધા છે.
આ અકસ્માતમાં કોન્સ્ટેબલ કારના બોનેટ ઉપર પડી ગયો હતો આ પછી ડ્રાઈવર કાર લઈને નેશનલ હાઈવેની સર્વિસ લેન તરફ ભાગ્યો હતો આ દરમિયાન, કારના બોનેટ પર લટકતો કોન્સ્ટેબલ લગભગ 2 મીટર સુધી સતત તેને બચાવવા માટે વિનંતી કરતો રહ્યો.
અંતે જ્યારે આ કાર એક બાઇક સાથે અથડાઈ તો પછી કાર ક્યાંક અટકી શકી હોત દરમિયાન પાછળથી આવી રહેલી પોલીસે કોન્સ્ટેબલને કારના બોનેટ પર લટકાવી દેનાર યુવક અને તેના સાગરીતની ધરપકડ કરી છે જ્યારે તેમના બે સાથીદારો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે.
Leave a Reply