પાન મસાલાના પ્રચાર માટે અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રણવીર સિંહ અને અજય દેવગણ સામે થયો કેસ….

ગુટકા મામલે બધા અભિનેતાઓ પર કેસ
ગુટકા મામલે બધા અભિનેતાઓ પર કેસ

એ તો તમે જાણતા જ હશો કે હાલમાં સાઉથ ફિલ્મોના કારણે બોલીવુડ ની સ્થતિ કથળી રહી છે. એક બાદ એક ફિલ્મ ફ્લોપ સાબિત થઈ રહી છે બીજી તરફ ફિલ્મોમાં સફળતા ન મળતાં રણવીર સિહ અને અક્ષય કુમાર જેવા અભિનેતાઓ પણ હવે પાનમસાલા ની જાહેરાત કરવા મજબૂર થયા છે.

જો કે પાછલા કેટલાક મહિનાઓથી શાહરૂખ ખાન અજય દેવગણ રણવીર સિંહ જેવા કલાકારો ને આવી જાહેરાતોને કારણે પણ લોકોની નિંદાનો સામનો કરવો પડ્યો છે આ જાહેરાતો બાદ આ અભિનેતાની ફિલ્મને રિલીઝ પહેલાં જ બોયકોટ કરવામાં આવે છે જો કે હાલમાં આ જ અભિનેતાઓ વિશે એક ચોકાવનારી ખબર સામે આવી છે.

જે અનુસાર પાનમસાલા ની જાહેરાત કરવા બદલ રણવીર સિંહ અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન અને અજય દેવગણ જેવા તમામ કલાકારો વિરુદ્ધ ફરિયાદ નોધાવવામા આવી છે મળતી માહિતી અનુસાર બિહારના મૂજ્જફર નગરની સીજીએમ કોર્ટમાં શાહરૂખ ખાન અજય દેવગણ અમિતાભ બચ્ચન અને રણવીર સિંહ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે.

અરજી કરનાર વ્યક્તિનું નામ તમન્ના હાશ્મી છે જે એક સામાજિક કાર્યકર્તા હોવાનું જાણવા મળ્યું છે કોર્ટમાં અરજી કરતા તમન્ના હાશ્મી નું કહેવું છે કે આ તમામ અભિનેતાઓ પોતાની લોકપ્રિયતા નો ખોટો ઉપયોગ કરી તમાકુ નું વેચાણ કરે છે તમાકુથી કેન્સર થાય છે તેમનું કહેવું છે કે અભિનેતાઓ પૈસા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે.

અરજી અંગે વાત કરતા તેમને જણાવ્યું કે કલમ 467,468,420 કલમ 120(બી) અને કલમ 311હેઠળ આ તમામ કલાકારો વિરુદ્ધ ફરિયાદ કરી છે જણાવી દઈએ કે કોર્ટ દ્વારા અરજી મંજૂર કરવામાં આવી છે આ અરજી પર ૨૭ મેના રોજ સુનવણી કરવામાં આવશે.જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને પણ કમલા પસંદ પાનમસાલાની જાહેરાત કરી હતી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*