
હાલમાં નવસારી જીલ્લામાંથી ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ચિખલી પાસેના આલીપુર બ્રિજ પર કન્ટેનર અને ઇનોવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જેમાં કહેવામા આવે છે કે કાર ડિવાઇડર કૂદીને બીજા ટ્રેક પર ચડી ગઈ હતી જેમાં આ સમગ્ર ઘટનાને પગલે ચાર લોકોના દુખદ અવસાન થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે બે લોકોને ગંભીર ઇજા પોહચી હતી.
આના કારણે ગંભીર ઇજાગ્રસ્તોને સુરતની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે કારમાં સવાર લોકો બેન્ક ઓફથી મુંબઈ એરપોર્ટ આવ્યા હતા જ્યાથી તેઓ સુરત જઈ રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ત્યારે ચિખલી હાઇવે પર અકસ્માત નડતાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા આના કારણે ચિખલી હાઇવે ફરિ એકવાર લોહીયાણ બન્યો છે.
Leave a Reply