ખુશીના પ્રસગે 3 વર્ષની બાળકી સાથે બન્યો આવો બનાવ, ગળામાં વીંટળાઇ ગઈ ચાઇનીઝ દોરી અને બાદમાં થયું આવું…

ચાઇનીઝ દોરી બની 3 વર્ષની માસૂમ બાળકી માટે જાનલેવા
ચાઇનીઝ દોરી બની 3 વર્ષની માસૂમ બાળકી માટે જાનલેવા

હાલના સમયના અંદર ઉયતરાયણનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે હાલમાં ગુજરાતમાં મકરસંક્રાંતિ પર પતંગ ચગાવવાને કારણે અકસ્માતોનું સિલસિલો ચાલુ છે વિસનગર શહેરમાં ચાઈનીઝ માંજા દ્વારા ત્રણ વર્ષની બાળકીનું ગળું કાપવામાં આવ્યું હતું.

બાળકીને લોહીથી લથબથ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો તહેવારના દિવસે જ માસૂમના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

ગરદન પર ઉંડા ઘા હતા પ્રાપ્ત માહિતી અનુસાર વિસનગરના કડા દરવાજા વિસ્તારમાં રહેતા રણજીતજી ઠાકોરની 3 વર્ષની પુત્રી ઘરની બહાર રમતી હતી દરમિયાન તેના ગળામાં ચાઈનીઝ માંઝા વીંટળાઈ ગયો હતો માંજાથી યુવતીના ગળા પર ઊંડો ઘા હતો.

બાળકીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાં સુધીમાં ખૂબ લોહી વહી જવાને કારણે તેનું મોત થઈ ગયું હતું નડિયાદમાં ગુરુવારે એક યુવાનનું મોત થયું છે ગુજરાતમાં આ વર્ષે ચાઈનીઝ માંજાના કારણે ચાર મોત થયા છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*