આઈપીએલ 2023 માં ક્રિસ ગેલની એન્ટ્રી ! યુનિવર્સ બોસ હવે નવા અવતારમાં જોવા મળશે…

Chris Gayle's entry in IPL-2023

IPLની મીની ઓક્શન પહેલા ઘણા ખેલાડીઓ પોતાની પ્રતિભા સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ઇન્ટરનેશનલ લેવલ હોય કે ડોમેસ્ટિક ક્રિકેટ, ક્રિકેટરો બોલ કે બેટથી પોતાનું પરાક્રમ બતાવી રહ્યા છે.

દરમિયાન એવા સમાચાર છે કે યુનિવર્સ બોસ માંથી પ્રખ્યાત બેટ્સમેન ક્રિસ ગેલ ફરી એકવાર IPLમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે જોકે આ વખતે તે નવા અવતારમાં જોવા મળશે પોતાની તોફાની બેટિંગ માટે પ્રખ્યાત ગેલે IPLમાં સૌથી વધુ સિક્સર ફટકારી છે.

તેણે આ લીગમાં ત્રણ અલગ-અલગ ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે હવે એવા સમાચાર છે કે આ વેસ્ટ ઈન્ડિયન આઈપીએલની આગામી આવૃત્તિમાં નવા અવતારમાં જોવા મળશે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે તેમના વિશે ટ્વિટ પણ કર્યું છે.

એવી અપેક્ષા છે કે આ અનુભવી ખેલાડી આઈપીએલ વિશ્લેષક તરીકે લીગમાં પરત ફરશે. તમને જણાવી દઈએ કે 23 ડિસેમ્બરે IPLની આગામી સિઝન માટે મિની ઓક્શન યોજાવાની છે. આ દરમિયાન ઘણા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે.

ગેઈલે 142 આઈપીએલ મેચોમાં 148.96ની સ્ટ્રાઈક રેટ અને 39.72ની એવરેજથી 4965 રન બનાવ્યા છે તેનો સર્વોચ્ચ સ્કોર 175 છે જે IPLના ઇતિહાસમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*