
મંગળવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISFના એક જવાને પોતાની જાતને ગોળી મારી દીધી હતી અધિકારીઓએ આ માહિતી આપી કોન્સ્ટેબલ રેન્કના જવાનની ઓળખ જીતેન્દ્ર કુમાર તરીકે થઈ છે.
અધિકારીઓએ જણાવ્યું કે જવાને લગભગ 4.45 વાગ્યે IGI એરપોર્ટના ટર્મિનલ 3 ના બાથરૂમમાં પોતાની સર્વિસ પિસ્તોલથી ગોળી મારી દીધી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
બીજી તરફ સીઆઈએસએફના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે, આ પ્રકારના સમાચાર નવા નથી. આ પહેલા પણ એક જવાને પોતાની જાતને ગોળી મારવાના સમાચાર સામે આવ્યા હતા.
ગયા વર્ષે નવેમ્બરમાં દક્ષિણ મુંબઈમાં કોલાબાના નેવી નગર વિસ્તારમાં 25 વર્ષીય ભારતીય નૌકાદળના સૈનિકે પોતાને ગોળી મારીને આ!ત્મહત્યા કરી લીધી હતી મૃતક સૈનિક ટેકનિકલ ક્ષમતામાં કામ કરતો હતો.
Leave a Reply