
એ તો તમે જાણતા જ હશો કે વર્ષ 2020-21માં શરૂ થયેલી મહામારીના કેસોમાં હજુ પણ દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે ચાઇના અને બીજા પણ બહારના અમુક દેશોમાં મહામારીના કેસોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે સરકાર આ મહામારી ને કાબૂમાં રાખવા નવા પ્રયત્નો કરી રહી છે
એવામાં હાલમાં વધુ એક વાયરસના કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.હાલમાં જ કેનેડામાં મંકી પોકસ નામના વાયરસનાં કેસ જોવા મળી રહ્યા છે મળતી માહિતી અનુસાર બ્રિટન પછી મંકી પોક્સ વાઈરસ હવે અમેરિકામાં ફેલાઈ રહ્યો છે હાલમાં કેનેડા મેસેચ્યુસેટ્સથી આવેલી એક વ્યક્તિમાં બુધવારે આ બિમારીની પુષ્ટિ થઈ છે.
અમેરિકામાં મંકી પોક્સનો પહેલો કેસ છે. જો કે છેલ્લા કેટલાય દિવસોમાં બ્રિટન સ્પેન પોર્ટુગલ અને કેનેડામાં પણ આ દુર્લભ બીમારીના ડઝનેક કેસ સામે આવી ચૂક્યા છે વાત કરીએ આ બીમારી શું છે અને કેવી રીતે ફેલાય છે તે અંગે તો મંકી પોક્સ બીમારી એક એવા વાઈરસને કારણે થાય છે જે સ્મોલ પોક્સ એટલે કે ચિકનપોક્સ (શીતળા) વાઈરસના જેવો છે.
આ વાયરસ સૌપ્રથમવાર ૧૯૭૦માં એક વાંદરામાં જોવા મળ્યો હતો.નિષ્ણાતોનું માનવું છે કે મંકી પોક્સ સંક્રમિત વ્યક્તિના નજીક જવાથી ફેલાય છે. આ વાઈરસ દર્દીના ઘામાંથી નીકળીને આંખ, નાક અને મોં દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે એ સંક્રમિત વાંદરાઓ કૂતરાઓ અને ખિસકોલી જેવાં પ્રાણીઓ દ્વારા અથવા દર્દીના સંપર્કમાં આવેલી પથારી અને કપડાંથી પણ ફેલાઈ શકે છે.
દર્દી 7 થી 21 દિવસ સુધી મંકી પોક્સથી પીડાઈ શકે છે.જણાવી દઈએ કે આ બીમારીમાં તાવ ફ્લૂ માથું દુખવું સ્નાયુઓમાં દુખાવો કમરમાં દુખાવો ધ્રુજારી થાક અને સોજોલી લિમ્ફ નોડ્સ જેવા લક્ષણો જોવા મળે છે એના પછી ચહેરા પર એક પ્રકારની ફોલ્લીઓ દેખાવા લાગે છે.
Leave a Reply