
ચેન્નઈ: રવિવારની મોડી રાત્રે રાનીપેટ જિલ્લાના અરક્કોનમમાં મંદિરના ઉત્સવ દરમિયાન અચાનક ક્રેન તૂટી પડતાં ચાર લોકોનાં અવસાન થયાં હતાં અને ઓછામાં ઓછા નવ અન્ય ઘાયલ થયાં હતાં પોલીસે આ માહિતી આપી હતી.
પોલીસે સોમવારે જણાવ્યું હતું કે મંદિરની આસપાસ ભક્તોને લાવવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને કેટલાક ભક્તો જ્યારે આ ઘટના બની ત્યારે તેમની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે ભેગા થયેલા લોકો પાસેથી ફૂલોની માળા લઈ રહ્યા હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ક્રેન અચાનક પડી ગઈ અને ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. સાત ઘાયલોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તેમાંથી એકનું સોમવારે સવારે અવસાન થયું હતું કેઝાવિથિ, નેમેલી, અરક્કોનમ ખાતે દ્રૌપદીયમ્મન અને મંડીયમ્મન મંદિરોમાં ઉજવવામાં આવતો ‘માયલારુમ થિરુવિઝા કાર્યક્રમ એ લણણીના તહેવાર (પોંગલ) પછી યોજાતી વાર્ષિક ધાર્મિક વિધિ છે નેમેલી પોલીસે આ કેસમાં ક્રેનના ઓપરેટરની અટકાયત કરી છે.
Leave a Reply