
બોલિવૂડની દબંગ ગર્લ તરીકે જાણીતી સોનાક્ષી સિન્હા તેની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે સોનાક્ષી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે તાજેતરમાં જ સોનાક્ષીએ બ્રાઈડલ લૂકમાં પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને ચાહકોને એ વિચારવા મજબૂર કરી દીધા હતા કે શું તે લગ્ન કરવા જઈ રહી છે.
સોનાક્ષીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તે બ્રાઈડલ અવતારમાં જોવા મળી રહી છે. તેની આ તસવીર ચાહકોને ઘણી પસંદ આવી રહી છે. આ તસવીરના કેપ્શનમાં સોનાક્ષીએ લખ્યું કે મને લાગે છે કે હું ખૂબ જ સામાન્ય દુલ્હન હોઈશ.
આવા શો માટે મને વારંવાર આવા પોશાક પહેરવા મળે છે કે હું મારા લગ્ન માટે ખૂબ જ સરળ દેખાવા માંગુ છું સોનાક્ષીની આ પોસ્ટમાં તેના કથિત બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલે કોમેન્ટ કરી લગ્ન કન્ફર્મ થઈ ગયા તેં મને કહ્યું પણ નથી.
સોનાક્ષીએ વધુમાં કહ્યું હું મારી માતાની સૌથી નજીક રહેવાનો પ્રયત્ન કરું છું. મને લાગે છે કે મારી માતા મેં ક્યારેય જોયેલી સૌથી સુંદર સ્ત્રી છે. જ્યારે પણ કોઈ કહે છે કે તમે તમારી માતા જેવા દેખાશો તો તે સૌથી મોટી પ્રશંસા જેવું લાગે છે આ પોસ્ટ બાદ સોનાક્ષીના ફેન્સ સતત તેને સવાલ કરી રહ્યા છે કે શું તે લગ્ન કરવા જઈ રહી છે.
જો કે, દબંગ અભિનેત્રીને હવે તેના લગ્ન માટે તૈયાર થવાનો અલગ જ વિચાર હોય તેમ લાગે છે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ સોનાક્ષીની ફિલ્મ ડબલ એક્સએલ રિલીઝ થઈ હતી આ ફિલ્મમાં તેની સાથે હુમા કુરેશી પણ લીડ રોલમાં હતી આ સિવાય સોનાક્ષી કાકુડામાં રિતેશ દેશમુખ અને સાકિબ સલીમ સાથે જોવા મળવાની છે.
Leave a Reply