
કમાણીના મામલે પઠાણ રોજ નવા રેકોર્ડ બનાવતા જોવા મળે છે જ્યારે પઠાણની લીડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પઠાણ માટે દર્શકોની પ્રતિક્રિયા જાણવા માટે મૂવી થિયેટરમાં પહોંચી હતી આ દરમિયાન અભિનેત્રી ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી ચહેરા પર માસ્ક અને માથા પર કેપ પહેરીને તે કારમાંથી બહાર નીકળે છે.
આ દરમિયાન દીપિકાની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સુરક્ષાકર્મીઓ ચાહકોની ભીડથી તેને બચાવતા જોવા મળે છે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
દીપિકા બાંદ્રાના ગેઇટી ગેલેક્સી થિયેટરમાં જોવા મળી હતી, જે દરમિયાન તે બ્લેક લુકમાં જોવા મળી હતી. નોંધનીય બાબત એ હતી કે તેણે માસ્ક અને કેપથી પોતાનો ચહેરો સંપૂર્ણપણે ઢાંક્યો હતો, માત્ર તેની આંખો જ દેખાતી હતી.
દીપિકાના લુક વિશે વાત કરીએ તો, તેણે બ્લેક માસ્ક સાથે લોઅર અને કેપ સાથે હૂડી પહેરી હતી. જ્યાં એક તરફ ચાહકોને દીપિકાનો આ લુક પસંદ આવ્યો તો બીજી તરફ દીપિકાનો ચહેરો છુપાવવાની સ્ટાઈલ લોકોને બિલકુલ પસંદ ન આવી.
દીપિકાનો આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા યુઝર્સે તેના લુક પર ઉગ્ર કમેન્ટ કરી હતી એક યુઝરે કોમેન્ટ કરી કે તે દીપિકા છે કે રાજ કુન્દ્રા જ્યારે બીજા યુઝરે તેની સરખામણી તેના પતિ રણવીર સિંહ સાથે કરી તો એ જ યુઝરે લખ્યું જો તમારે તમારો ચહેરો છુપાવવો હતો તો પછી તમે મીડિયાને કેમ બોલાવ્યા.
Leave a Reply