
હાલમાં એક હચમચાવી દેતી ખબર સામે આવી છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે મોડી રાત્રે પોલીસને ફોન કરીને આ ધમકી આપવામાં આવી હતી. પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે.
જોકે તે માનસિક રીતે પરેશાન છે. આવી સ્થિતિમાં પોલીસે તેની ધરપકડ કરી નથી. પોલીસે જણાવ્યું કે આ વ્યક્તિ માનસિક રીતે બીમાર છે અને તેની દિલ્હીની હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર 38 વર્ષીય કોલર માનસિક રીતે બીમાર છે અને દિલ્હીના ગુલાબી બાગમાં તેની સારવાર ચાલી રહી છે, જેના કારણે પોલીસે તેની ધરપકડ કરી નથી. પીસીઆર પર મોડી રાત્રે પોલીસને કોલ આવ્યો હતો જેમાં વ્યક્તિએ સીએમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે જણાવ્યું કે સોમવારે રાત્રે 12 વાગે આરોપીઓએ પોલીસને ફોન કર્યો અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી. આ પછી પોલીસ સતર્ક થઈ ગઈ અને આરોપી વિશે જાણવાનો પ્રયાસ શરૂ કર્યો.
આ પછી પોલીસને ખબર પડી કે આરોપી મુંડકાનો રહેવાસી છે. પોલીસનું કહેવું છે કે તેની માનસિક સ્થિતિ કદાચ ઠીક ન હોવાથી તેની ધરપકડ કરવામાં આવી નથી. જોકે પોલીસની ટીમ તેની પૂછપરછ કરી રહી છે.
Leave a Reply