
દોસ્તો અહેવાલો અનુસાર લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા છે. પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતાં કોર્ટે ત્રણેયને કસ્ટડીમાં લેવા આદેશ કર્યો હતો. રાજકોટના જાણીતા બિલ્ડર મયુરસિંહ રાણા પર થયેલા હુમલા બાદ લોક ગાયક દેવાયત ખાવડની મુશ્કેલીઓ વધી છે.
આપણે જાણીએ છીએ કે રાજકોટમાં મયુર સિહ રાણા અને તેમના સાથીઓ પર દેવાયત ખવડ ધ્વારા હુમલો કરવામાં આવ્યો હતો હવે અને લઈને લોક સાહિત્યકાર દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ પૂરા થયા છે.
દેવાયત ખાવડના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો આજે પણ દેબાયત ખાવડના વકીલે કોર્ટમાં જોરદાર દલીલો રજૂ કરી હતી લોકગાયક દેવાયત ખાવડ જેલમાં જતા સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે.
દેવાયત ખાવડના વકીલે મીડિયા સાથે વાત કરી હતી. આગામી દિવસોમાં જામીનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે દેવાયત ખાવડના વકીલે કહ્યું કે આજે પણ કલમ 307 લાવી શકાય નહીં આવી સ્થિતિમાં માત્ર કલમ 325 લાગુ કરી શકાય છે.
Leave a Reply