
ફિલ્મ જગતમાં લગ્ન કરવા કે તલાક લેવા કોઈ નવી વાત નથી હોતી થોડા મહિનાઓ પહેલાં જ સાઉથ અભિનેતા ધનુષ અને નાગા ચૈતન્ય એ પોતાના લગ્ન જીવનનો અંત કર્યો હતો.
સાથે જ બોલીવુડમાં પણ અભિનેતા સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને પણ પત્ની મલાઈકા અરોરા સાથે તલાક લીધા હતા જે બાદ હાલમાં ફરી એકવાર સલમાન ખાનના જ પરિવારના એક સભ્ય પોતાના લગ્ન જીવનનો અંત કરવા જઈ રહ્યા છે.
સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન તેમની પત્ની સીમા ખાન સાથે તલાક લઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું ૧૩ મેના રોજ સોહેલ અને સીમા ખાન ફેમિલી કોર્ટમાં ડિવોર્સની અરજી માટે આવ્યા હતા.
જો કે આ તલાક કયા કારણથી કરવામાં આવી રહ્યા છે તે અંગે તો હાલમાં કોઈ માહિતી સામે આવી નથી પરંતુ તલાક ની અરજી કરતા સાથે જ સીમા ખાને ખાન પરિવાર સાથેના તમામ સંબંધ તોડી દીધા હોવાની એક સાબિતી હાલમાં જ સામે આવી છે.
હાલમાં જ સીમા ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનું યુઝર નેમ બદલ્યું છે તેને પોતાના નામ પાછળથી ખાન અટક દૂર કરીને સીમા સચદેહ કરી છે પોતાના સોશીયલ મીડીયા આઇડી પર આ બદલાવ કરવાની સાથે જ સીમા ખાને તેના અને સોહેલ ના સંબંધમાં હવે એક થવાની સંભાવના ન હોવાનું સ્પષ્ટ કરી દીધું છે.
સાથે જ સીમા ખાને એક પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે અંતમાં બધું સારું જ થશે બસ તમારે વિશ્વાસ રાખવાની જરૂર છે વાત કરીએ આ કપલના લગ્ન વિશે તો સોહેલ ખાન અને સીમા ની મુલાકાત ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાના શૂટિંગ દરમિયાન થઈ હતી.
સોહેલને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો બંનેએ એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી હતી જોકે સીમાનો પરિવાર લગ્ન માટે તૈયાર ન હોવાથી બંનેએ ભાગીને અડધી રાત્રે નિકાહ કર્યા હતા.
વર્ષ ૧૯૯૮ માં લગ્ન કર્યા બાદ વર્ષ ૨૦૧૭માં પહેલીવાર બંનેના તલાક અંગે ખબર સામે આવી હતી વેબ સિરીઝ ધ ફેબ્યુલસ લાઇફ ઑફ બોલિવૂડ વાઇફમાં સીમા તથા સોહેલ અલગ રહેતા હોવાની વાત સામે આવી હતી.
Leave a Reply