
હાલના સમયના અંદર હોસ્પિટલમાથોઈ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શ્વાન દર્દીના પલંગ પર આરામ કરતા જોવા મળ્યા હતા જ્યારે પરિચારકો નીચે ફ્લોર પર બેઠા હતા.
હવે વીડિયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ તપાસનો દાવો કરી રહ્યા છે આ પહેલા ચંદૌલીમાંથી પણ આવો જ એક વીડિયો સામે આવ્યો હતો.
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં પલંગ પર દર્દીઓને બદલે કૂતરાઓ આરામ કરતા જોવા મળ્યા હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓએ સંજ્ઞાન લઈ તપાસના આદેશ આપ્યા છે જોકે આ પહેલો કિસ્સો નથી કે જ્યારે કૂતરાઓ હોસ્પિટલના પલંગ પર સૂતા જોવા મળ્યા હોય.
Leave a Reply