
એવા અહેવાલ સામે આવ્યા છે કે રાજધાની દિલ્હી NCRમાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા બપોરે 2.30 વાગ્યાની આસપાસ લગભગ 30 સેકન્ડ સુધી જોરદાર આંચકા અનુભવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું.
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી છે ભૂકંપ વિશે માહિતી આપતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપ બપોરે 2.28 કલાકે આવ્યો હતો. જેની તીવ્રતા 5.8 હતી ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં જમીનની અંદર 10 કિમી અંદર જણાવવામાં આવી રહ્યું છે.
ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઓફિસો અને ઘરોમાંથી બહાર આવી ગયા હતા. દીવાલો પર લટકેલા સીલિંગ પંખા અને અન્ય વસ્તુઓ ખૂબ જ ઝડપથી ધ્રૂજવા લાગી.
જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી કોઇપણ પ્રકારના નુકસાનની માહિતી મળી નથી. તેમજ કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. આ પહેલા નવા વર્ષ નિમિત્તે રાજધાની દિલ્હી અને એનસીઆરમાં પણ ધરતી ધ્રૂજી ઉઠી હતી.
આ સિવાય 5 જાન્યુઆરી 2023ના રોજ પણ આંચકા અનુભવાયા હતા. તે સમયે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હોવાનું કહેવાય છે. જેની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી.
Leave a Reply