
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ 17 વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે જ્યાં બંને દેશોની ટીમો અલગ-અલગ કારણોસર હેડલાઇન્સમાં રહે છે તમને જણાવી દઈએ કે રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને ઈંગ્લેન્ડની ટીમે 1-0 ની સરસાઈ મેળવી લીધી છે અંગ્રેજી ટીમ પણ બીજી ટેસ્ટ રમવા માટે મુલતાન પહોંચી ગઈ છે.
પરંતુ આ દરમિયાન મોટા સમાચાર સામે આવ્યા છે કે બીજી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડની ટીમની હોટલ પાસે ગો!ળીબાર કરવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં આ ઘટના બાદ પાકિસ્તાન ટીમની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે.
વાસ્તવમાં 17 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડે જીતી લીધી છે અને ઈંગ્લિશ ટીમ શ્રેણીમાં 1-0 થી આગળ છે ઇંગ્લેન્ડની ટીમ બીજી ટેસ્ટ માટે મુલતાન પહોંચી ગઈ છે પરંતુ આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છ.
હકીકતમાં મુલતાનમાં ઈંગ્લેન્ડની ટીમ જ્યાં રોકાઈ છે ત્યાંથી માત્ર એક કિલોમીટરના અંતરે ગો!ળીબારનો અવાજ સંભળાયો હતો તાજેતરના મીડિયા રિપોર્ટ અનુસાર જ્યાં આ ઘટના બની છે જ્યાંઈંગ્લેન્ડની ટીમ બીજી ટેસ્ટ મેચ રમવા માટે રોકાઈ છે તે હોટલનું અંતર માત્ર એક કિલોમીટર છે આવી સ્થિતિમાં પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે.
જો કે કાર્યવાહી કરતી વખતે પાક પોલીસે આ કેસમાં ચારની ધરપકડ પણ કરી છે ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ આ ગોળીબાર બે જૂથો વચ્ચે થયો હતો નવાઈની વાત એ છે કે ઈંગ્લેન્ડની ટીમ પ્રેક્ટિસ માટે જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી પરંતુ સદનસીબે આ ઘટનાથી ટીમની પ્રેક્ટિસ પર કોઈ અસર થઈ ન હતી.
Leave a Reply