
હાલમાં ઉતરાયણના 15 દિવસ પૂરા થઈ ગયા છે પરંતુ હજુ પણ કાતિલ દોરી લોકો માટે જાનલેવા સાબિત થઈ રહી છે ઉતરાયણ દરમિયાન ગણા બધા લોકોએ પોતના જીવ ગુમાવ્યા છે પરંતુ સુરતમાં આજે ફરી એકવાર આવી ઘટના સામે આવી છે.
હાલમાં યુવકના આવા નિધનના કારણે પરિવારના શોગનો માહોલ જોવા મળે છે પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરના પ્યુસ પોઈન્ટના બ્રિજ પરથી પસાર થતાં સમયે લટકતી દોરીના કારણે યુવકને ગંભીર ઇજાઓ પોહચી હતી.
બાઇક લઈને પસાર થતાં સમયે યુવકના ગળા પર દોરી ફસાઈ ગઈ હતી આ બાદ અકમલ નામના યુવકને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પોહચી હતી પ્રાપ્ત માહિતી અનુસાર યુવક બિહારનો રહેવાસી હતો.
કહેવામા આવે છે કે અકમલ બાઇક લઈને પોતાના ભાઈના ઘરે જતો હતો આ દરમિયાન યુવક સાથે આ હાદસો સર્જાયો હતો ગળાના ભાગની નસો કપાઈ જવાને કારણે યુવકનું દુખદ અવસાન થયું હતું.
Leave a Reply