
હાલના સામના અંદર એક વિકલાંગનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેના વિષે જાણીને તમારા પણ રુવાંટા ઊભા થઈ જશે પેઇન્ટિંગને હાથનું કૌશલ્ય કહેવામાં આવે છે પરંતુ જન્મથી હાથ-પગ ન હોવા છતાં, રાંચીના સુકુર્હુટ્ટુ ગામનો રહેવાસી સૂરજ નાયક જ્યારે કોરા કાગળ પર કલર કરવાનું શરૂ કરે છે.
ત્યારે દર્શકો દંગ રહી જાય છે સૂરજ માત્ર 18 વર્ષનો છે વિકલાંગ હોવા છતાં સુરજ ખૂબ પેઇન્ટિંગ કરે છે પોતાના કોઈ હાથ પગ ન હોવાને કારણે સૂરજને ગમે ત્યાં જવા માટે બીજાના ખભાની જરૂર પડે છે. આટલું છતા સુરજનો ઉત્સાહ ઘણો ઉંચો છે.
સૂરજ નાયક પ્રખ્યાત ચિત્રકાર બનવાની અને દેશના પીએમ મોદીને મળવાની ઈચ્છા ધરાવે છે જન્મથી જ વિકલાંગતા સાથે આર્થિક તંગીનો સામનો કરી રહેલા સુરજ નાયકે પોતાના આત્મવિશ્વાસના જોરે પોતાની એક નાનકડી ઓળખ બનાવી છે.
દિવ્યાંગ સુરજને હિંમત મળી શકે તે માટે સમાજે હાથ લંબાવવાની જરૂર છે સુરજના ઘરની આર્થિક સ્થિતિ સારી નથી માતા કાંતિ દેવી કહે છે કે પૈસાની અછતને કારણે તે સૂરજને શીખવી શકતી નથી અને તેની પેઇન્ટિંગ કુશળતાને પ્રોત્સાહન આપી શકતી નથી.
Leave a Reply