
ઘરેલુ ક્રિકેટમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરનાર પૃથ્વી શૉ લગભગ બે વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવાની તૈયારી કરી રહ્યો છે. તેને ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે આ દરમિયાન પૃથ્વીની એક્સ ગર્લફ્રેન્ડ પ્રાચી સિંહે સગાઈ કરી લીધી છે. પૃથ્વી અને પ્રાચી વચ્ચે ઘણા સમયથી સંબંધ હતો.
ગયા વર્ષે જ બંનેનું બ્રેક-અપ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૃથ્વી હવે નિધિ તાપડિયાને ડેટ કરી રહ્યો છે ભારતીય ક્રિકેટર પૃથ્વી શો અને પ્રાચી સિંહ લાંબા સમયથી એકબીજાને ડેટ કરે છે બંને એકબીજાને સોશિયલ મીડિયા પર પણ ફોલો કરતા હતા. બંને પોતપોતાના પાર્ટનરની પોસ્ટ પર લાઈક અને કોમેન્ટ કરતા હતા.
2022માં બંનેએ સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરી હતી. પ્રાચી સિંહે ખુદ તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી પરંતુ પછી અચાનક બ્રેકઅપના સમાચાર પણ આવ્યા. ગયા વર્ષે પણ બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધા હતા.
જો કે બંને તરફથી આ અંગે ક્યારેય કંઈ કહેવામાં આવ્યું ન હતું અને ના તો બ્રેક-અપ બાદ સંબંધો વિશે કોઈ વાત થઈ હતી.પૃથ્વી શોને ભારતની T20 ટીમમાં જગ્યા આપવામાં આવી છે. તેને આ મહિને ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ માટે ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. જોકે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળતા જ તેના બેટમાંથી રન નીકળતા બંધ થઈ ગયા હતા.
દિલ્હી સામેની રણજી ટ્રોફી ગ્રુપ-બીની મેચમાં પૃથ્વીનું બેટ બંને ઇનિંગ્સમાં શાંત રહ્યું હતું. મુંબઈ તરફથી રમતી વખતે પૃથ્વી પ્રથમ દાવમાં 19 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. બીજી ઇનિંગમાં તેણે 35 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા.
Leave a Reply