
હાલમાં શરૂ થયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ વિશે તો તમે જાણતા જ હશો 17 મે થી 28 મે સુધી ચાલનારા આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમા આ વખતે ભારતીય સિનેમાની એક બે નહીં પરતું ત્રણ ફિલ્મોની સ્ક્રીનીંગ કરવામાં આવવાની છે જેમાં આલ્ફા બીટા ગામા નામની હિન્દી ફિલ્મનો પણ સમાવેશ થાય છે.
જો કે આ વખતે કાન્સ ન કોઈ અભિનેત્રી કે ફિલ્મને કારણે નહિ પરંતુ ઇવેન્ટમાં બની રહેલી ઘટનાઓને કારણે ચર્ચામાં આવી રહ્યો છે ગઈ કાલે જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક મહિલાએ મીડીયા સામે કપડાં ઉતારી યુક્રેનમાં મહિલાઓ પર થતા બળાત્કારો અંગે વિરોધ કર્યો હોવાની ઘટના સામે આવી હતી .
જે બાદ હાલમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલીવુડની એક જાણીતી અભિનેત્રી સાથે એક શરમજનક ઘટના બની હોવાનું જાણવા મળી છે ખબર અનુસાર સાઉથ અને બોલીવુડ ફિલ્મની અભિનેત્રી પૂજા હેગડે હાલમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચી હતી જો કે આ ઇવેન્ટ પર પહોંચતા જ તેનો સામાન અચાનક ગાયબ થઈ ગયો હતો.
જે બેગમાં પૂજાના કપડાં અને અન્ય જરૂરી વસ્તુઓ હતી તે બેગ અચાનક જ ગાયબ થતા પૂજા મુસીબતમાં મુકાઈ ગઈ હતી જો કે પૂજાને જાણ થતા તેને તાત્કાલિક રેડ કાર્પેટ માટે અન્ય કપડાં અને અને વસ્તુઓ મંગાવવી પડી હતી. જણાવી દઈએ કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ જૂરી તરીકે જોવા મળી છે.
Leave a Reply