
સામાન્ય રીતે બે સૌતન ક્યારેય એકબીજાની સામે આવવાનું કે એકબીજાના પ્રસંગોમાં હિસ્સો બનવાનું પસંદ નથી કરતી પરંતુ વાત કરીએ બોલીવુડની તો બોલીવુડમાં હંમેશા સંબંધોના નવા રૂપ જોવા મળતા હોય છે.
હાલમાં આવું જ એક સંબંધોનું નવું રૂપ બોલીવુડ અભિનેતા આમિર ખાનની દિકરી ઇરા ખાન ની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યું હતું ઇરા ખાન જેને થોડા દિવસ પહેલાં જ જન્મદિવસની ઉજવણી કરી જેમાં બિકિની પહેરી ને પિતા સામે કેક કાપવા પર તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.
તેને હાલમાં જ કેટલાક ફોટા સોશીયલ મીડીયા પર શેર કર્યા છે જેને જોતા બોલીવુડમાં સંબંધોના નામે કેટલી મોડર્ન વિચારધારા છે તે સ્પષ્ટ જોઈ શકાય છે.
હાલમાં જ ઇરા ખાને પાર્ટીના કેટલાક ફોટા શેર કર્યા જેમાં ન માત્ર તેની માતા રીના દત્તા હાજર રહી પરંતુ તેની સાથે આમિર ખાનની બીજી પત્ની કિરણ રાવ જેનાથી આમિર થોડા સમય પહેલાં જ અલગ થયા છે તે પણ હાજર રહી હતી.
એટલું જ નહિ આ પાર્ટીમાં આમિર ની ગર્લફ્રેન્ડ જેની સાથે આમિર ખાનનાં લગ્નને લઈને થોડા મહિનાઓ પહેલાં અનેક વાતો સામે આવી હતી એવી બોલીવુડ અભિનેત્રી ફાતિમા સના શેખ પણ હાજર જોવા મળી હતી.
ફાતિમા સના શેખ અને ઇરા ખાનના કેટલાક ફોટા પણ સામે આવ્યા છે જેમાં ઇરા અને ફાતિમા સના શેખ વચ્ચે સારી દોસ્તી હોવાનું પણ જોવા મળી રહ્યું છે.
Leave a Reply