
દોસ્તો હાલના સમયમાં પાકિસ્તાન દિવસે ને દિવસે કંગાળ બનતું જઈ રહ્યું છે ગંભીર આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાન માટે હવે ખૂબ જ ખરાબ સમાચાર દરવાજા પર ઉભા છે અને આ સંકટ પાકિસ્તાનમાં હોબાળો મચાવી રહ્યો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મોકલવામાં આવેલા પત્રમાં ઓઈલ કંપનીઓએ કહ્યું કે દેશનો ઓઈલ ઈન્ડસ્ટ્રી માત્ર થોડા જ દિવસોમાં સંપૂર્ણ રીતે ભાંગી પડશે.
કંપનીઓનું કહેવું છે કે પાકિસ્તાન પાસે ડોલર બચ્યા નથી તેથી રૂપિયાની કિંમત સતત ઘટી રહી છે જેના કારણે ઉદ્યોગ સંકટનો સામનો કરી રહ્યો છે પાકિસ્તાન સરકારે ડૉલરની મર્યાદા હટાવી દીધી છે.
જેના કારણે ઇન્ટરબેંક માર્કેટમાં પાકિસ્તાની રૂપિયો 276.58 રૂપિયાના ઐતિહાસિક નીચલા સ્તર પર આવી ગયો છે કહેવામાં આવી રહ્યું છે કે જો પાકિસ્તાનનો તેલ ઉદ્યોગ પડી ભાંગે તો દેશની હાલત શું થશે તે વિચારીને કંપારી છૂટે છે.
Leave a Reply