
તમે ફળોના રાજા કેરીનો સ્વાદ તો ચાખ્યો જ હશે.હાલમાં ઉનાળામાં તમારા ઘરમાં કદાચ ઢગલાબંધ કેરીઓનું આગમન પણ થઈ ગયું હશે.ગુજરાત અને ગુજરાત બહાર દરવર્ષે બહોળા પ્રમાણમાં કેરીનો ઉપયોગ થતો હોય છે પણ જે ફળને તમે આટલા સ્વાદ સાથે ખાઓ છો શું એના વિશે તમારી પાસે બધી જ માહિતી છે.
કેરીની કેટલી જાત હોય છે સૌથી મોંઘી કેરી કઈ છે જો તમે પણ આ વાતો ન જાણતા હોય તો આજે અમે તમને ફળના રાજા કેરીની આ તમામ વાતો જણાવીશું સૌપ્રથમ વાત કરીએ દુનિયામાં કેટલા પ્રકારની કેરી જોવા મળે તો લગભગ 2 હાજર પ્રકારની કેરી હોય છે.આમાંથી ૨૪ જાતની કેરી તો માત્ર ભારતમાં જ પાકે છે.
જેમાં રાજાપુરી તોતાપુરી હાફુસ પાયરી કેસર દશેરી લંગડા વગેરેનો સમાવેશ થાય છે જણાવી દઈએ કે ભારતમાંથી યુએઈ કુવૈત ઇંગ્લેન્ડ જેવા દેશોમાં કેરીની નિકાસ પણ કરવામાં આવે છે વાત કરીએ વિશ્વની સૌથી મોંઘી કેરી વિશે તો આ કેરીનું નામ તમાગો છે જે કિલો માં નહિ પણ નંગને આધારે મળે છે.
જેનું ઉત્પાદન જાપાનના કેટલાક બગીચાઓમાં થાય છે ભારતમાં તમાગો કેરી મધ્યપ્રદેશના એક જ બગીચામાં થાય છે. આ કેરીની કિંમત અઢી લાખ રૂપિયા છે.વાત કરીએ ગોટલા વિનાની કેરી વિશે તો ગીર સોમનાથ નજીક આવેલા ભાલછેલ ગામના ખેડૂત સ્મશુદિન ભાઈએ પોતાના ખેતરમાં ગોટલા વિનાની કેરી પકવી છે.
જો કે આ કેરીની સૌ પ્રથમ શોધ મહારાષ્ટ્ર મા વર્ષ 1992માં એક વૈજ્ઞાનિક દ્રારા કરવામાં આવી હતી.આ ખેડૂતને ક્રાંતિકારી ખેડૂતનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી ના નામની પણ એક કેરી ઉગાડવામાં આવી છે લખનઉ ના ખેડૂત જેમને કેરીની લગભગ 300 જાત વિકસાવી છે.
એવા કલીમુલ્લાાહે કેરીની કેટલીક જાતોને એશ્વર્યા સચિન નરેન્દ્ર મોદી અને અખિલેશ જેવા નામ આપ્યા છે કેરીનું એક ઝાડ સામાન્ય રીતે 40 થી 50 વર્ષ કેરી આપતું હોય છે પરંતુ વલસાડના એક ખેડૂતે આંબામાં ગર્ડલિંગ પધ્ધતિ અપનાવી 112 વર્ષ જૂના આંબાને ફળ આપતો કર્યો છે.
જેના માટે તેમને કૃષિના ઋષિ ઉપાધિ પણ મળી છે જણાવી દઈએ કે ભારતની એક નર્સરીમાં બારેમાસ કેરી આપતા આંબાના ઝાડ છે જેના પર દરેક સીઝનમાં કેરી જોઈ શકાય છે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply