જાણો કોણ છે રાખી સાવંતનો નવો પ્રેમી આદિલ ! જાણીને હેરાન રહી જશો…

જાણો કોણ છે રાખીનો BF આદિલ ?
જાણો કોણ છે રાખીનો BF આદિલ ?

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત એક એવી અભિનેત્રી છે જેને બોલીવુડમાં ફિલ્મો ભલે ન કરી હોય તેમ છતાં હંમેશા પોતાના વર્તન અને વાતોથી મિડીયાનું ધ્યાન પોતાની તરફ જરૂર ખેંચ્યું છે જો કે હમેશા પોતાના કપડા અને પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી આ અભિનેત્રી ફરી એકવાર પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં આવી છે.

એ તો તમે જાણતા જ હશો ગયા વર્ષે બિગબોસ મા આવેલા રાખી સાવંતના પતિના કારણે તે ચર્ચામાં આવી હતી લોકો તેના પતિને નકલી માનીને તેની મજાક ઉડાવી રહ્યા હતા જે બાદ આ અંગે તો રાખી સાવંતના પતિ બનેલા વ્યક્તિ રાકેશે જ લોકોને જણાવ્યું હતું કે રાખીના પતિ બનવા માટે તેને શોના નિર્માતાઓ એ જ કહ્યું હતું.

જો કે હાલમાં તો રાખી સાવંત તેના નવા બોયફ્રેન્ડ આદિલ ને કારણે ચર્ચામાં જોવા મળી રહી છે.હાલમાં જ ઇ ટાઇમ્સ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન રાખીએ જણાવ્યું કે તેનો બોયફ્રેન્ડ આદિલ એક બિઝનેસમેન છે. તે મૈસૂરમાં રહે છે તેને રાખીને મસૂર બોલાવી હતી અને ત્યાં તેને બીએડબલ્યુ ગિફ્ટ આપી હતું

રાખીએ જણાવ્યું કે આદિલ તેની દોસ્ત શૈલી નો ભાઈ છે તેને શૈલી પાસેથી રાખીનો નંબર લઇ તેની સાથે વાત કરી હતી જો કે આદિલના પરિવારને આ બંનેનો સંબંધ મંજૂર નથી. રાખી સાવંત ના વિડિયો અને તેના કપડાંને કારણે પરિવાર આ સંબંધ માટે ખુશ નથી જો કે રાખીનું કહેવું છે કે તેની મા હવે તેને લગ્ન કરી લેવાનું કહે છે.

ક્યાં સુધી તે આમ ભટકતી રહશે તેને જીવનમાં ઘણું સહન કર્યું છે તેને કહ્યું કે હવે તો અભિનેત્રીઓ પણ તેના જેવા જ કપડાં પહેરે છે જણાવી દઈએ કે રાખી સાવંત નો બોયફ્રેન્ડ આદિલ તેનાથી 6 વર્ષ નાનો છે આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*