
શાહરૂખ ખાનની પઠાણ એ બોક્સ ઓફિસ પર દબદબો જમાવ્યો છે. આમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની પણ મહત્વની ભૂમિકા છે. આ ફિલ્મે માત્ર પાંચ દિવસમાં જ દુનિયાભરમાં 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
ફિલ્મની સફળતાથી આખી ટીમ ખૂબ જ ખુશ છે. શાહરૂખ ખાનની મન્નતની બહાર ચાહકોનો જમાવડો છે કિંગ ખાન પણ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યો છે. પરંતુ ફિલ્મની સફળતા બાદ સૌ પ્રથમવાર મીડિયાને મળ્યા અને તમામ સવાલોના જવાબ આપ્યા. તેમની સાથે ‘પઠાણ’ના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ પણ હતા. ચાલો તમને જણાવીએ કે કોણે શું કહ્યું
પઠાણની પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં શાહરૂખ ખાને સૌથી પહેલા ફેન્સનો આભાર માન્યો હતો તેણે કહ્યું આ મેળાવડા દ્વારા જે લોકો આજે આટલો પ્રેમ આપી રહ્યા છે દીપિકા, જ્હોન, સિડ અને કજો વતી હું પઠાણને આટલો પ્રેમ આપવા માટે દરેકનો આભાર માનું છું.
આ પછી શાહરૂખે ફિલ્મ ઓમ શાંતિ ઓ ના દીપિકા પાદુકોણ માટે આંખો મેં તેરી અને તુમકો પાયા હૈ તો ગીત ગાયા તમને જણાવી દઈએ કે દીપિકાએ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું ફોટામાં તમે જોઈ શકો છો કે પઠાણની ખુશીમાં દીપિકા શાહરુખને કિસ કરી રહી છે.
શાહરૂખ અને દીપિકાની આ એકસાથે પહેલી ફિલ્મ હતી જે સુપરહિટ રહી હતી.આ પ્રેસ કોન્ફરન્સમાં પઠાણ 2 વિશે પણ એક હિંટ આપવામાં આવી છે શાહરૂખ ખાને કહ્યું પઠાણની સિક્વલનો ભાગ બનવું સન્માનની વાત હશે. તેને મોટું અને સારું બનાવશે પઠાણ 2 માટે હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.
Leave a Reply